ઉમિયાશંકર શિવજી અજાણી

From Ekatra Wiki
Revision as of 15:44, 8 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અજાણી ઉમિયાશંકર શિવજી (૨૦-૧૧-૧૯૩૪): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ભુજમાં. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. સરકારી મહેસૂલ ખાતામાં નોકરી. વાંકાનેરમાં મામલતદાર. ‘વીતી વેરણ રાત' ભાગ ૧-૨ (૧૯૬૯), ‘મહેરામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અજાણી ઉમિયાશંકર શિવજી (૨૦-૧૧-૧૯૩૪): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ભુજમાં. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. સરકારી મહેસૂલ ખાતામાં નોકરી. વાંકાનેરમાં મામલતદાર. ‘વીતી વેરણ રાત' ભાગ ૧-૨ (૧૯૬૯), ‘મહેરામણને ખોળે' (૧૯૬૯), ‘મોનો ખેલાડી' (૧૯૭૩), ‘સૂરજ દીસે સોનલ વરણો', ‘રખોપું’ વગેરે તેમની સામાજિક વાસ્તવને નિરૂપતી ચરિત્રપ્રધાન નવલકથાઓ છે. ‘ધરતીનાં વખ' અને ‘કચ્છડો ખેલે ખલકમાં' ટૂંકી વાર્તાઓનો તથા ‘કચ્છપિરોણી' ઉખાણાંઓનો સંગ્રહ છે. તેમની પાસેથી અનુવાદિત પુસ્તકો પણ મળે છે.