વિનોદ બાપાલાલ અધ્વર્યુ

From Ekatra Wiki
Revision as of 16:22, 8 March 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અધ્વર્યુ વિનોદ બાપાલાલ (૨૪-૧-૧૯૨૭): કવિ, વિવેચક, સંપાદક. જન્મ ડાકોરમાં. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ડાકોરમાં. ૧૯૪૩માં મૅટ્રિક. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭માં વિલ્સન કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ. તથા ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ.એ. ૧૯૫૪માં એ. જી. ટીચર્સ કૉલેજમાંથી બી.એડ્. અને ૧૯૫૭માં એમ.એડ્. ૧૯૫૭થી ૧૯૬૯ સુધી અમદાવાદની બી. ડી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૬૯થી બાલાસિનોરની આર્ટ્સ-કૉમર્સ કૉલેજના આચાર્ય. ૧૯૮૭થી નિવૃત્ત. કાવ્યસંગ્રહ ‘નંદિતા' (૧૯૬૦)માં પ્રયોગશીલ કવિતા છે. અર્થઘનતા, પ્રતીકાત્મકતા અને લાઘવ એમની કવિતાનાં પ્રમુખ લક્ષણો છે. એમણે નવલકથા સાહિત્યસ્વરૂપ પર ‘માયાલોક' (કનુભાઈ જાની સાથે, ૧૯૬૫) નામક પુસ્તક આપ્યું છે. ‘ગુજરાતી નાટકનું ગદ્ય' (૧૯૬૭)માં નાટકની ભાષા તપાસી છે. ‘રંગલોક' (૧૯૮૭) નાટ્યસાહિત્યવિષયક લેખોનો સંગ્રહ છે. પ્રેમાનંદ તથા નરસિંહકૃત ‘સુદામાચરિત' (૧૯૬૬)ના સંપાદન ઉપરાંત એમણે પ્રેમાનંદકૃત ‘અભિમન્યુ આખ્યાન' (૧૯૬૮)નું સંપાદન કર્યું છે. ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ' (૧૯૮૩) અને ‘સુવર્ણ કેસૂડાં – એકાંકી' (૧૯૮૪) પણ એમનાં સંપાદનો છે.