શાંતિભાઈ નરસિંહભાઈ અમીન

From Ekatra Wiki
Revision as of 00:43, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અમીન શાંતિભાઈ નરસિંહભાઈ (૨૮-૫-૧૯૧૩): વાર્તાકાર, નિબંધકાર. જન્મ વસોમાં. વ્યવસાયે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ. અનેક હૉસ્પિટલોમાં મેડિકલ ઑફિસર. વિજ્ઞાનવિષયક રંજનકથા પ્રકારની સાધારણ કોટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અમીન શાંતિભાઈ નરસિંહભાઈ (૨૮-૫-૧૯૧૩): વાર્તાકાર, નિબંધકાર. જન્મ વસોમાં. વ્યવસાયે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ. અનેક હૉસ્પિટલોમાં મેડિકલ ઑફિસર. વિજ્ઞાનવિષયક રંજનકથા પ્રકારની સાધારણ કોટિની પરંપરાગત રોમાંચક ચાર રહસ્યકથાઓ ‘કરામત-એ-કેપ્ટન' (૧૯૫૬), ‘કાબેલ કિમિયાગર' (૧૯૫૬), ‘ગેબીમૂન' (૧૯૫૬) અને ‘િપશાચનો પડઘો' (૧૯૫૬), ઉપરાંત ‘થિયોસોફિકલ લેટર્સ' (૧૯૭૫) એમની કૃતિઓ છે.