જલાલુદ્દીન સઆદુદ્દીન અલવી

From Ekatra Wiki
Revision as of 01:02, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન, ‘જલન માતરી' (૧-૯-૧૯૩૪): ગઝલકાર. જન્મ વતન ખેડા જિલ્લાના માતર ગામમાં. ૧૯૫૩માં મૅટ્રિક. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટમાં નોકરી. એમના ગઝલો અને મુક્તકોના સંગ્રહ ‘જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન, ‘જલન માતરી' (૧-૯-૧૯૩૪): ગઝલકાર. જન્મ વતન ખેડા જિલ્લાના માતર ગામમાં. ૧૯૫૩માં મૅટ્રિક. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટમાં નોકરી. એમના ગઝલો અને મુક્તકોના સંગ્રહ ‘જલન' (૧૯૮૪)માં પ્રેમની નહીં, પરંતુ આક્રોશ, વ્યંગ્ય, શંકા, ફરિયાદ અને ખુદ્દારીની ગઝલો છે. ગઝલની સરળ ભાષા ઘણી જગ્યાએ વેધક બની છે. ‘ઊર્મિની ઓળખ' (૧૯૭૩) એ ‘કુમાર' માસિકમાં, ગુજરાતીના કેટલાક નોંધપાત્ર ગઝલકારોના જીવન–કવન વિશે એમણે લખેલા પરિચયાત્મક લેખોનો સંગ્રહ છે.