મૂળરાજ ચતુર્ભુજ અંજારિયા

From Ekatra Wiki
Revision as of 01:25, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અંજારિયા મૂળરાજ ચતુર્ભુજ ‘ગિરધારી', ‘ફક્કડરામ’, ‘મૂળરાજ રંજાડિયા', ‘મૂલમ', ‘રમતારામ' (૨૫-૩-૧૯૧૬): હાસ્યકાર, કટારલેખક, નિબંધકાર. જન્મ કચ્છ-અંજારમાં. મૅટ્રિક્યુલેટ. ૧૯૩૮થી કલકત્તાના ‘નવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અંજારિયા મૂળરાજ ચતુર્ભુજ ‘ગિરધારી', ‘ફક્કડરામ’, ‘મૂળરાજ રંજાડિયા', ‘મૂલમ', ‘રમતારામ' (૨૫-૩-૧૯૧૬): હાસ્યકાર, કટારલેખક, નિબંધકાર. જન્મ કચ્છ-અંજારમાં. મૅટ્રિક્યુલેટ. ૧૯૩૮થી કલકત્તાના ‘નવરોઝ' સાપ્તાહિક (ગુજ.)માં ‘રમતારામ' ઉપનામથી લેખન-વ્યવસાયનો આરંભ કરી ‘નવચેતન’ તેમ જ વિવિધ સામયિકોમાં કૉલમો લખી. ૧૯૫૪થી ૧૯૬૪ દરમિયાન ‘મુંબઈ સમાચાર’ની સાપ્તાહિક આવૃત્તિમાં ‘તીરછી નજરે' કૉલમ સંભાળી. ‘ટૂંકું ને ટચ’ (૧૯૪૫) એ એમના હાસ્યજનક ટુચકાઓનો સંચય છે. સૂક્ષ્મ હાસ્ય કરતાં સ્થૂળ હાસ્ય-ઉપહાસને વ્યક્ત કરતા આ પુસ્તકને જ્યોતીન્દ્ર દવેના પ્રવેશકનો લાભ મળ્યો છે. ‘લાકડાના લાડુ' (૧૯૪૯)માં વિદેશી પત્ર-પત્રિકાઓમાંથી રૂપાંતરિત કરેલા ટુચકા-પ્રસંગોનો સમાવેશ થયો છે. મુખ્યત્વે ટુચકા અને નિબંધિકાનું સ્વરૂપ ધરાવતાં એમનાં અન્ય લખાણો ‘આનંદબજાર' (૧૯૫૦), ‘ગેલગપાટા' (૧૯૫૩), ‘ટોળટપ્પા' (૧૯૫૩), ‘ફુરસદના ફડાકા’ (૧૯૫૩), ‘હસામણાં’ (૧૯૫૩), ‘હાસ્યહિંડોળ’ (૧૯૫૩)માં ગ્રંથસ્થ થયાં છે.