રવીન્દ્રકુમાર રતિલાલ અંધારિયા

From Ekatra Wiki
Revision as of 16:40, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "અંધારિયા રવીન્દ્રકુમાર રતિલાલ (૭-૭-૧૯૪૫): ચરિત્રકાર, જન્મ ભાવનગરમાં. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર સાથે સ્નાતક. ૧૯૭૩માં હિંદી વિષય સાથે એમ.એ. ૧૯૮૭માં શિક્ષણ વિષયમાં પીએચ.ડી. પ્રારંભમાં શિક્ષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અંધારિયા રવીન્દ્રકુમાર રતિલાલ (૭-૭-૧૯૪૫): ચરિત્રકાર, જન્મ ભાવનગરમાં. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર સાથે સ્નાતક. ૧૯૭૩માં હિંદી વિષય સાથે એમ.એ. ૧૯૮૭માં શિક્ષણ વિષયમાં પીએચ.ડી. પ્રારંભમાં શિક્ષક અને પછી અધ્યાપક તરીકે ભાવનગર–અમરેલીમાં કામગીરી બજાવી, ૧૯૮૧થી ગુ. હ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલયમાં વ્યાખ્યાતા. ‘બાલમૂર્તિ' માસિકના સંપાદક. ‘માતૃભૂમિના મરજીવા’ (મોતીભાઈ પટેલ સાથે, ૧૯૭૮) ચરિત્રગ્રંથ ઉપરાંત ‘ચન્દ્રશેખર આઝાદ’, ‘રામપ્રસાદ બિસ્મિલ’ અને ‘અશફાકઉલ્લાખાં’ ચરિત્રપુસ્તકો એમણે આપ્યાં છે. એમણે ‘લોહે કી લાશેં’ (૧૯૭૬) નવલકથાનો ગુજરાતી અનુવાદ પણ આપ્યો છે.