અનંત આચાર્ય

From Ekatra Wiki
Revision as of 17:06, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આચાર્ય અનંત (૧૭-૧-૧૯૨૧): નાટકકાર. જન્મ ગોંડલમાં. ૧૯૪૩માં ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટથી બી.એ. ૧૯૪૮માં સુરત ખાતે રોજગાર અધિકારી, ૧૯૭૭માં તે જ ખાતામાં રોજગાર નિયામકની જગ્યા પરથી નિવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આચાર્ય અનંત (૧૭-૧-૧૯૨૧): નાટકકાર. જન્મ ગોંડલમાં. ૧૯૪૩માં ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટથી બી.એ. ૧૯૪૮માં સુરત ખાતે રોજગાર અધિકારી, ૧૯૭૭માં તે જ ખાતામાં રોજગાર નિયામકની જગ્યા પરથી નિવૃત્ત. એમની પાસેથી દશ નાટકોનો સંગ્રહ ‘અબીલગુલાલ’ (૧૯૫૭), એકાંકીસંગ્રહ ‘મદારીનો ખેલ' (૧૯૫૬), અન્ય આઠ એકાંકીઓનો સંગ્રહ ‘મેઘધનુષ' (૧૯૫૮), ત્રિઅંકી નાટક ‘મંગલમૂર્તિ' (૧૯૬૦), એકાંકીસંગ્રહ ‘અમરસુહાગ' (૧૯૭૭), અસ્પૃશ્યતાના નિવારણ માટે લખાયેલું નાટક ‘નવલું પ્રભાત’ (૧૯૭૭), ત્રિઅંકી નાટક ‘કરિયાવર' (૧૯૭૭), ‘શ્રદ્ધા ફળી’ (૧૯૭૭) તથા ‘બ્રહ્મચારી' (૧૯૬૧) મળ્યાં છે.