ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ આચાર્ય

From Ekatra Wiki
Revision as of 17:09, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આચાર્ય ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ, ‘આચાર્ય, ‘આનન્દમ્’ (૧૭-૧૧-૧૯૨૬): જન્મ ઊંઝામાં. ૧૯૪૭માં અર્થશાસ્ત્ર સાથે બી.એ., ૧૯૪૯માં એ જ વિષય સાથે એમ.એ., ૧૯પરમાં ‘લઘુવેતન' વિષય પર પીએચ.ડી. હિંદુસ્તાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આચાર્ય ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ, ‘આચાર્ય, ‘આનન્દમ્’ (૧૭-૧૧-૧૯૨૬): જન્મ ઊંઝામાં. ૧૯૪૭માં અર્થશાસ્ત્ર સાથે બી.એ., ૧૯૪૯માં એ જ વિષય સાથે એમ.એ., ૧૯પરમાં ‘લઘુવેતન' વિષય પર પીએચ.ડી. હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન સાથે સંલગ્ન, કાર્ટૂનકલામાં સક્રિય રસ. ‘બે ઘડી ગમ્મત' (૧૯૮૨) એમનો કાર્ટૂનો તેમ જ હળવા વિનોદી લેખોનો સંગ્રહ છે. આ ઉપરાંત ‘આચાર્યની આજકાલ – ભાગ ૧-૨’ (૧૯૮૨) એમનાં કાર્ટૂન-પુસ્તકો છે; અર્થશાસ્ત્ર પર પણ એમનાં પુસ્તકો છે.