જગદીશચન્દ્ર શાંતિલાલ આચાર્ય

From Ekatra Wiki
Revision as of 17:25, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આચાર્ય જગદીશચન્દ્ર શાંતિલાલ, ‘યોગેશ્વરજી' (૧૫-૮-૧૯૨૧): કવિ, નવલકથાલેખક, નિબંધકાર. જન્મ અમદાવાદ જિલ્લાના સરોડામાં. ગુજરાતી અને સંસ્કૃતના અભ્યાસી. ‘કૃષ્ણ રુક્મિણી’, ‘ગાંધીગૌરવ' (૧૯૬૯),...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આચાર્ય જગદીશચન્દ્ર શાંતિલાલ, ‘યોગેશ્વરજી' (૧૫-૮-૧૯૨૧): કવિ, નવલકથાલેખક, નિબંધકાર. જન્મ અમદાવાદ જિલ્લાના સરોડામાં. ગુજરાતી અને સંસ્કૃતના અભ્યાસી. ‘કૃષ્ણ રુક્મિણી’, ‘ગાંધીગૌરવ' (૧૯૬૯), ‘સાંઈ સંગીત' (૧૯૭૮), ‘તર્પણ’ (૧૯૮૩) વગેરે એમના કાવ્યગ્રંથો છે; તો ‘ઉત્તરપથ – ભાગ ૧-૨’ (૧૯૬૯), ‘રસેશ્વરી' (૧૯૭૦), ‘પરીક્ષિત' (૧૯૭૬) વગેરે એમની નવલકથાઓ છે. ‘ગીતાદર્શન' (૧૯૭૪), ‘સાધના’ (૧૯૭૫), ‘આરાધના' (૧૯૭૭), ‘ગોપીપ્રેમ' (૧૯૭૮), ‘રોશની' (૧૯૭૭) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તક છે.