રમેશ રવિશંકર આચાર્ય

From Ekatra Wiki
Revision as of 17:49, 9 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આચાર્ય રમેશ રવિશંકર, ‘રવિસુત’ (૨૬-૧૦-૧૯૪૩): કવિ, સંપાદક. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના વિષયો સાથે બી.એ. ૧૯૬૨થી ૧૯૬૬ સુધી ટીકર-રણ (તા. હળવદ)માં શિક્ષક. ત્યાં જ ૧૯૬૪ પછી આચાર્ય. ૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આચાર્ય રમેશ રવિશંકર, ‘રવિસુત’ (૨૬-૧૦-૧૯૪૩): કવિ, સંપાદક. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના વિષયો સાથે બી.એ. ૧૯૬૨થી ૧૯૬૬ સુધી ટીકર-રણ (તા. હળવદ)માં શિક્ષક. ત્યાં જ ૧૯૬૪ પછી આચાર્ય. ૧૯૬૬ના છએક માસ સાયલામાં શિક્ષણ ખાતામાં વિસ્તરણ અધિકારી. ૧૯૬૭થી ૧૯૭૯ દરમિયાન સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રની હળવદ શાખામાં. પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્રમશઃ' (૧૯૭૮)માં મોનો-ઇમેજ પ્રકારની છ પ્રયોગલક્ષી રચનાઓ છે. ૩૧ અક્ષરનું માપ સાચવતા અને દૃશ્ય કલ્પનાને પ્રાધાન્ય આપતા જાપાની તાન્કા કાવ્યપ્રકારની છન્નું રચનાઓના સંગ્રહ ‘હાઈફન' (૧૯૮૨) એ એમનો બીજો પ્રયોગલક્ષી કાવ્યસંગ્રહ છે. મોનો-ઇમેજ પ્રકારની અઢાર કાવ્ય-કૃતિઓનું સંપાદન ‘મોનો-ઇમેજ ૭૯’ (મધુ કોઠારી, એસ. એસ. રાહી સાથે, ૧૯૭૮) તેમ જ ગઝલોના આસ્વાદનું પુસ્તક ‘ગઝલની આસપાસ’ (અન્ય સાથે, ૧૯૮૩) એ એમનાં સંપાદનો છે. ‘વાહ ભૈ વાહ' (એસ. એસ. રાહી સાથે, ૧૯૭૯) બાળકાવ્યોનું સંપાદન છે.