બળવંતરાય ભૂખણદાસ આસમાની

From Ekatra Wiki
Revision as of 17:12, 10 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આસમાની બળવંતરાય ભૂખણદાસ (૩૧-૧૦-૧૯૩૯): નવલકથાકાર. જન્મ ઓલપાડ તાલુકાના બરબોધનમાં. ૧૯૫૭માં મૅટ્રિક. જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી, સુરતમાં ૧૯૬૦થી અદ્યપર્યન્ત ક્લાર્ક અને નાયબ ચિટની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આસમાની બળવંતરાય ભૂખણદાસ (૩૧-૧૦-૧૯૩૯): નવલકથાકાર. જન્મ ઓલપાડ તાલુકાના બરબોધનમાં. ૧૯૫૭માં મૅટ્રિક. જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી, સુરતમાં ૧૯૬૦થી અદ્યપર્યન્ત ક્લાર્ક અને નાયબ ચિટનીસ. એમણે ‘પ્યાસી પ્રીત’ (૧૯૭૬), ‘પ્રેયસી' (૧૯૭૯), ‘ધબકતાં હૈયાં’ (૧૯૮૨), ‘સોહામણું સ્મિત' (૧૯૮૩) અને ‘વાસંતી પાનખરનાં ડૂસકાં' (૧૯૮૪) નામની પ્રસંગપ્રધાન સામાજિક નવલકથાઓ લખી છે.