હરિલાલ જાદવજી ઉપાધ્યાય

From Ekatra Wiki
Revision as of 07:22, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉપાધ્યાય હરિલાલ જાદવજી (૨૨-૧-૧૯૧૬): નવલકથાકાર. જન્મ મોસાળ મોટા ખીજડિયા (જિ. અમરેલી)માં. પ્રાથમિક શિક્ષણ પડધરીમાં ૧૯૨૩થી ૧૯૩૧. એ પછી ૧૯૩૪ સુધી જામનગરની સંસ્કૃત પાઠશાળામાં પાણિનીય કૌમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઉપાધ્યાય હરિલાલ જાદવજી (૨૨-૧-૧૯૧૬): નવલકથાકાર. જન્મ મોસાળ મોટા ખીજડિયા (જિ. અમરેલી)માં. પ્રાથમિક શિક્ષણ પડધરીમાં ૧૯૨૩થી ૧૯૩૧. એ પછી ૧૯૩૪ સુધી જામનગરની સંસ્કૃત પાઠશાળામાં પાણિનીય કૌમુદીનો અભ્યાસ. ૧૯૩૬થી ૧૯૪૨ દરમિયાન ચારણ કવિ-વાર્તાકારોનો સંપર્ક. ૧૯૪૪થી ૧૯૫૯ સુધી મુંબઈમાં ખાનગી પેઢીમાં નોકરી, ત્યાર બાદ નવલકથાલેખન. વાચકવર્ગને પ્રસંગપ્રવાહમાં જકડી રાખનારી ‘પડતા ગઢના પડછાયા – ૧-૨' (૧૯૬૨), ‘રુધિરનું રાજતિલક' (૧૯૬૩), ‘નારી હતી એક નમણી' (૧૯૭૧), ‘મેવાડનો કેસરી' (૧૯૭૬), શૌર્ય પ્રતાપી અનુવંશ' (૧૯૭૮) જેવી વીસેક ઐતિહાસિક નવલકથાઓ તેમ જ ‘ગૌરી' (૧૯૫૩), ‘પ્રીતે પરોવાયાં’ (૧૯૬૧), ‘નથી સૂકાયાં નીર' (૧૯૬૪), ‘કુન્દન ચડ્યું કાંટે' (૧૯૬૭), ‘કુંવારી માતા' (૧૯૭૭), ‘મંગળફેરા' (૧૯૮૩) જેવી પાંત્રીસેક સામાજિક નવલકથાઓ એમણે લખી છે. આ ઉપરાંત એમણે બાળવાર્તાસંગ્રહ ‘પુષ્પમંગલ' (૧૯૫૧) તથા ‘સૌરાષ્ટ્રની રસગાથા – ૧-૨’ (૧૯૫૭), ‘સોરઠી લોકવાર્તા’ (૧૯૫૬), ‘સૌરાષ્ટ્રની વીરગાથા: ૧-૫’ (૧૯૭૧) વગેરે લોકસાહિત્યનાં પુસ્તકો પણ લખ્યાં છે.