નટવરલાલ અમરતલાલ ઉમતિયા

From Ekatra Wiki
Revision as of 07:23, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઉમતિયા નટવરલાલ અમરતલાલ, ‘નટુ ઉમતિયા' (૧૦-૯-૧૯૨૯): જન્મ વડનગરમાં. ૧૯૫૪માં અમદાવાદની આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી અને માનસશાસ્ત્રના વિષય સાથે બી.એ. તેમ જ ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઉમતિયા નટવરલાલ અમરતલાલ, ‘નટુ ઉમતિયા' (૧૦-૯-૧૯૨૯): જન્મ વડનગરમાં. ૧૯૫૪માં અમદાવાદની આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી અને માનસશાસ્ત્રના વિષય સાથે બી.એ. તેમ જ ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે એમ.એ. ૧૯૫૮થી ૧૯૬ર દરમિયાન સરસ્વતીમંદિર હાઈસ્કૂલ, અમદાવાદમાં શિક્ષક. ૧૯૬૭થી અમદાવાદ આર્ટ્સ–કૉમર્સ–સાયન્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. કાવ્યસંગ્રહ ‘ગીતિકા' (૧૯૬૨)નાં બત્રીસ ઊર્મિગીતોમાં નારીહૃદયના પ્રણયભાવો કેન્દ્રસ્થાને છે. ‘પૂજારિણી' (૧૯૭૩) એમનું મૂળે રસિક મહેતા-કૃત એ જ નામની નવલકથાનું ત્રણ અંકનું નાટ્યરૂપાંતર છે.