ગુલામઅબ્બાસ શમસુદ્દીન એડનવાળા

From Ekatra Wiki
Revision as of 14:11, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "એડનવાળા ગુલામઅબ્બાસ શમસુદ્દીન, ‘નાશાદ' (૧૫-૫-૧૯૪૯): કવિ, નવલકથાકાર. જન્મ વડોદરામાં. ૧૯૬૫માં મૅટ્રિક. ૧૯૭૧માં વનસ્પતિશાસ્ત્ર-રસાયણશાસ્ત્ર સાથે બી.એસસી. ઑપરેશન રિસર્ચ ગ્રૂપમાં પહેલા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એડનવાળા ગુલામઅબ્બાસ શમસુદ્દીન, ‘નાશાદ' (૧૫-૫-૧૯૪૯): કવિ, નવલકથાકાર. જન્મ વડોદરામાં. ૧૯૬૫માં મૅટ્રિક. ૧૯૭૧માં વનસ્પતિશાસ્ત્ર-રસાયણશાસ્ત્ર સાથે બી.એસસી. ઑપરેશન રિસર્ચ ગ્રૂપમાં પહેલાં ફીલ્ડ ઇન્વેસ્ટિગેટર, પછી ૧૯૭૩થી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, વડોદરામાં કૅશિયર. એમણે ‘ગુંજારવ' (૧૯૮૩) ગઝલસંગ્રહ અને ‘અધિકમણ’ (૧૯૮૩) રહસ્ય-નવલકથા આપ્યાં છે.