મીનુ દોરાબ એડનવાળા

From Ekatra Wiki
Revision as of 14:13, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "એડનવાળા મીનુ દોરાબ (૨૧-૧૦-૧૯૨૭): નિબંધકાર. જન્મ પૂનામાં. મુંબઈની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૪૮માં વિલ્સન કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૪માં અમેરિકાની નૉર્થ-વેસ્ટર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એડનવાળા મીનુ દોરાબ (૨૧-૧૦-૧૯૨૭): નિબંધકાર. જન્મ પૂનામાં. મુંબઈની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૪૮માં વિલ્સન કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૪માં અમેરિકાની નૉર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમ.એસ. અને ૧૯૫૬માં રાજ્યશાસ્ત્રમાં પીએચ.ડી. હાલ વિસ્કોન્સિની લૉરેન્સ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગના વડા. અમેરિકાનાં ભૂતકાળ, બંધારણ, રાજ્યપદ્ધતિ, કુટુંબવ્યવસ્થા, ભારત-અમેરિકાની તુલના અને અજંપ, અધીરા, જિજ્ઞાસુ અમેરિકનોનો પરિચય કરાવતી પુસ્તિકા ‘અમેરિકા આવું છે' (૧૯૬૯) એમણે લખેલી છે.