લલ્લુભાઈ કાળિદાસ ઓઝા

From Ekatra Wiki
Revision as of 06:10, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઓઝા લલ્લુભાઈ કાળિદાસ (૧૮૬૦, –): કવિ, નાટ્યકાર, વતન મહુવા. દશ વર્ષ શિક્ષણકાર્ય કર્યા પછી સથરા ગામે ત્રિભુવન કરમશીનો પરિચય થતાં મુંબઈમાં વસવાટ. દલપતરીતિના આ કવિએ ‘હુન્નરખાનની ચડાઈ’ની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓઝા લલ્લુભાઈ કાળિદાસ (૧૮૬૦, –): કવિ, નાટ્યકાર, વતન મહુવા. દશ વર્ષ શિક્ષણકાર્ય કર્યા પછી સથરા ગામે ત્રિભુવન કરમશીનો પરિચય થતાં મુંબઈમાં વસવાટ. દલપતરીતિના આ કવિએ ‘હુન્નરખાનની ચડાઈ’ની ધાટીનું અનુસરણ કરતી ‘આર્યસિંહ અને અફીણસિંહ’, આર્યધર્મની અવનતિ અને એ સ્થિતિની સુધારણા અંગેનો ઉપદેશ આપતી ‘અર્યોપદેશ' (૧૮૯૬), તેત્રીસ ગરબાની ‘બાલાસદુપદેશબત્રીસી’ (૧૮૯૩), દોહરાબદ્ધ ‘લલ્લુસતસઈ' (૧૮૯૨), બોધક ‘કાવ્યકુસુમાકર' (૧૯૦૯), ઈશ્વરસ્તુતિ, સ્ત્રીધર્મ, સત્કર્મમહિમા, નીતિ આચાર તથા સમયની સર્વોપરીતા વગેરે વિષયોનું નિરૂપણ કરતી કૃતિઓનો સંગ્રહ ‘કાવ્યપ્રભાકર' (૧૮૮૯), ‘ગુજરાતી કાવ્યરામાયણ' (૧૯૧૭) જેવી પદ્યકૃતિઓ આપી છે. આ ઉપરાંત એમણે ‘દુઃખમાં દિલાસો અને વિપત્તિમાં ધીરજ’ (૧૯૩૦), ‘તીર્થયાત્રા દિગ્દર્શન’ (૧૯૩૩) અને નાટક ‘દુષ્ટભાર્યા દુઃખદર્શક' જેવી ગદ્યકૃતિઓ પણ આપી છે.