સુરેશ દામોદરદાસ ઓઝા

From Ekatra Wiki
Revision as of 06:16, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઓઝા સુરેશ દામોદરદાસ (૧૧-૩-૧૯૩૭): બાળસાહિત્યકાર, નવલિકાકાર. જન્મ સૌરાષ્ટ્રના ચૂડા ગામમાં. અભ્યાસ ભાવનગરમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૫૦માં ઇન્ટરમિડિએટ ચિત્રની પરીક્ષામાં ઉત્તીર્ણ. ૧૯૬૪મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓઝા સુરેશ દામોદરદાસ (૧૧-૩-૧૯૩૭): બાળસાહિત્યકાર, નવલિકાકાર. જન્મ સૌરાષ્ટ્રના ચૂડા ગામમાં. અભ્યાસ ભાવનગરમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૫૦માં ઇન્ટરમિડિએટ ચિત્રની પરીક્ષામાં ઉત્તીર્ણ. ૧૯૬૪માં એસ.ટી.સી. ૧૯૫૪થી ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક. એમની પાસેથી ‘વાંસળીવાળો' (૧૯૭૨), ‘લોભિયો' (૧૯૭૨), ‘ઉંદર સાત પૂંછડિયો' (૧૯૭૨), ‘વાઘ આવ્યો રે વાઘ' (૧૯૭૨) જેવી સચિત્ર બાળવાર્તાઓની પુસ્તિકાઓ તથા ‘સંકેત' (૧૯૮૩) નવલિકાસંગ્રહ મળ્યાં છે.