રામજીભાઈ મદનલાલ કડિયા

From Ekatra Wiki
Revision as of 06:40, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કડિયા રામજીભાઈ મદનલાલ (૨૬-૫-૧૯૩૧): નવલકથાકાર. વતન મહેસાણા જિલ્લાનું ધીણોજ. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૬માં એમ.એ. ૨૫ વર્ષથી કડીની ઝવેરી આર. ટી. હાયર સેકન્ડરી સ્ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કડિયા રામજીભાઈ મદનલાલ (૨૬-૫-૧૯૩૧): નવલકથાકાર. વતન મહેસાણા જિલ્લાનું ધીણોજ. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૬માં એમ.એ. ૨૫ વર્ષથી કડીની ઝવેરી આર. ટી. હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક. એમનું સર્જનકાર્ય ‘એક માળાના વીસ મણકા' (૧૯૬૭) વાર્તાસંગ્રહથી શરૂ થયું છે. ‘ઢાંકેલી હથેળીઓ’ (૧૯૮૩) એમનો બીજો વાર્તાસંગ્રહ છે. ‘કાચની દીવાલ' (૧૯૭૪), ‘પૂર્વક્ષણ' (૧૯૭૬), ‘આથમતા સૂરજનાં અજવાળાં' (૧૯૭૭), ‘હૈયું ખોવાયું આંખમાં’ (૧૯૮૦), ‘ગુલમહોરનો સ્પર્શ' (૧૯૮૨), ‘ટહુકામાં ખોવાયેલું પંખી' (૧૯૮૨) અને ‘તરસ મૃગજળની' (૧૯૮૩) એ એમની નવલકથાઓ છે. ‘રંગભર્યાં સપનાં' (૧૯૭૮) કથાકૃતિ મનોવૈજ્ઞાનિક પ્રશ્નનું નિરૂપણ કરે છે.