જગજીવન માવજી કપાસી

From Ekatra Wiki
Revision as of 06:45, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કપાસી જગજીવન માવજી (૧૮૯૬, –): નવલકથાકાર. જન્મ સાયલામાં. વતન ચૂડા. માધ્યમિક શિક્ષણ મૅટ્રિક સુધી. ચૂડા દરબારની હજૂર ઑફિસમાં સુપરિન્ટેન્ડેન્ટ. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનમાં રસ ધરાવનાર તેમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કપાસી જગજીવન માવજી (૧૮૯૬, –): નવલકથાકાર. જન્મ સાયલામાં. વતન ચૂડા. માધ્યમિક શિક્ષણ મૅટ્રિક સુધી. ચૂડા દરબારની હજૂર ઑફિસમાં સુપરિન્ટેન્ડેન્ટ. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનમાં રસ ધરાવનાર તેમ જ હિન્દી–બંગાળી ભાષાના જાણકાર એમણે ‘ગુજરાતનું ગૌરવ યાને વિમલમંત્રીનો વિજય’ (૧૯૨૯), ‘મેવાડનો પુનરુદ્ધાર યાને ભાગ્યવિધાયક ભામાશાહ' અને ‘વીરશિરોમણિ વસ્તુપાલ કિંવા પાટણની ચડતી૫ડતી' જેવી, વણિક મુત્સદ્દી સુભટોનાં ચરિત્રોનું નિરૂપણ કરતી નવલકથાઓ લખી છે.