માધવરાવ ભાસ્કરરાવ કર્ણિક

From Ekatra Wiki
Revision as of 14:58, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કર્ણિક માધવરાવ ભાસ્કરરાવ: બાળસાહિત્યકાર. એમણે ‘સ્વામીભક્ત સૂરપાળ' (૧૯૨૧), ‘ક્ષેમરાજ' (૧૯૩૮), ‘પન્નાકુમારી’ અને ‘મનરંજન' જેવાં બાળનાટકો; ‘મહર્ષિ પરશુરામ' (૧૯૨૩), ‘સતી સાવિત્રી' (૧૯૩૫), ‘...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કર્ણિક માધવરાવ ભાસ્કરરાવ: બાળસાહિત્યકાર. એમણે ‘સ્વામીભક્ત સૂરપાળ' (૧૯૨૧), ‘ક્ષેમરાજ' (૧૯૩૮), ‘પન્નાકુમારી’ અને ‘મનરંજન' જેવાં બાળનાટકો; ‘મહર્ષિ પરશુરામ' (૧૯૨૩), ‘સતી સાવિત્રી' (૧૯૩૫), ‘અમૃતલાલ ઠક્કર’ (૧૯૪૦), ‘ઉદયન વત્સરાજ' (૧૯૪૭) અને ‘દ્વિજેન્દ્રનાથ રોય' (૧૯૪૮) જેવાં ચરિત્રો અને ‘કાવેરીનો જળધોધ' (૧૯૪૭) તથા ‘ચન્દ્રભાગા' (૧૯૪૮) જેવાં પ્રવાસ-વર્ણનનાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત શરદચન્દ્રની નવલકથા ‘ચરિત્રહીન' (૧૯૩૮) અને ‘શેષપ્રશ્ન' (૧૯૩૮)ના અનુવાદો પણ કર્યા છે.