સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/વ્યાસની પ્રતિમા
Jump to navigation
Jump to search
વ્યાસ ભગવાનના એક શ્લોકનું મને વારંવાર સ્મરણ થાય છે : “હાથ ઊંચા કરી કરીને હું તમને વીનવું છું, હે દેશબાંધવો, કે તમારે જો કામનાપ્રાપ્તિ માટે અર્થ— ઉપાર્જન કરવું હોય તોપણ એ ધર્મસહિત જ કરી શકાય તેમ છે. તો એ ધર્મ તમે કેમ નથી સેવતા?” ન્યુ યોર્કના બારામાં સ્વતંત્રતાનું પૂતળું છે. મારું ચાલે તો હું મુંબઈના બારામાં ઊર્ધ્વબાહુ વ્યાસની પ્રતિમા મુકાવું અને તેની નીચે પ્રસ્તુત શ્લોક કોતરાવું.