અનેકએક/વિવર્ત

From Ekatra Wiki
Revision as of 14:56, 25 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|'''વિવર્ત'''}} <poem> '''૧''' સ્યાહીસિક્ત કલમ સરે પીંછું દર્પણમાં કાળા ગુલાબ પર પતંગિયાનાં બિંબ વહી જાય સરકતાં જળ પથ્થરો વચ્ચે વરાળ ઘાસ ફરફર અગનફોરાં રાતુંઘૂમ આકાશ ઢળતું ઢોળાતું વરસે અક્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

વિવર્ત





સ્યાહીસિક્ત કલમ
સરે
પીંછું
દર્પણમાં
કાળા ગુલાબ પર
પતંગિયાનાં બિંબ
વહી જાય
સરકતાં જળ
પથ્થરો વચ્ચે
વરાળ
ઘાસ ફરફર અગનફોરાં
રાતુંઘૂમ આકાશ
ઢળતું ઢોળાતું વરસે
અક્ષરો
ઝીણા ઝાંખા
ઝિલાય કાગળ પર
ઝિલાય ઝરી જાય ઝાકળબુંદ
પવન
ઊઘડે ઉઘાડે બુદ્... બુદ...
ખડિયે ધુમ્મસ
ઝળૂંબે
સોનેરી રેખ
વીખરાય
વિલાય



પ્હાડ
થયો વરાળ વાયુ વાદળ
જળ થયું પીંછાં
પંખી પથ્થર
ઝાડ ઊખડ્યાં ઊડ્યાં
પવન ઝાકળ
અગ્નિ
સળવળ્યો ઊછળ્યો વહ્યો પથ્થરોમાં, રહ્યો
અવાક્
સમુદ્રતળ ખસ્યાં
જળ જળમાં દવ થયાં
પવન ભળ્યો રવ થયા
સૂર્ય
ઝમ્યા ઝર્યા નેત્રમાં
ગાત્ર બન્યાં લોહનાં
મોહનાં પડળ ખસ્યાં
આભમાં મેહ વસ્યા
દેહમાં દેવ
તેજમાં તત્ત્વ
શૂન્યમાં શબ્દ

થળ હતાં તે જળ થયાં
તટ થયા તળ
અકળ ન રહ્યાં અકળ
સરળ થયા સળ
પળ થઈ નિષ્પળ