અનેકએક/ઉત્પત્તિ

Revision as of 15:20, 25 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|'''ઉત્પત્તિ'''}} <poem> તળિયે સંચાર ને ઝળાહળાં તેજપુંજ રંગરંગમાં આરપાર પ્રગટે તે સૂર્ય ખળભળે તે ઘેરાં ઘનઘેરાં જળ ઊતરે આકાશનાં આકાશ ઉઘાડે દિશાઓ પવન ધુમ્મસધુમ્મસ વૃક્ષો ગંધ રૂપ ધ્વનિ આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઉત્પત્તિ


તળિયે સંચાર ને ઝળાહળાં
તેજપુંજ
રંગરંગમાં આરપાર
પ્રગટે તે સૂર્ય
ખળભળે તે
ઘેરાં ઘનઘેરાં જળ
ઊતરે
આકાશનાં આકાશ
ઉઘાડે
દિશાઓ પવન
ધુમ્મસધુમ્મસ વૃક્ષો
ગંધ રૂપ ધ્વનિ આકાર એકસામટાં
એક જ
સરવું વહેવું ઊડવું પ્રસરવું એકસામટું
એક જ
શ્વસવું દેખવું બોલવું જાણવું એકસામટું
એક જ
અનેક અનંત ગતિભેર સ્થિતિ એકસામટી
અનેક અનંત લય એકસામટા
અનેક અનંત ઉત્પત્તિ એકસામટી
એક જ