અનેકએક/ક્ષણો... બે

From Ekatra Wiki
Revision as of 16:17, 25 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|'''ક્ષણો... બે'''}} <poem> '''૧''' ક્ષણ સમય એક અભિન્ન છે ક્ષણ સમયનો અંશ છે ક્ષણમાં સમય છે ક્ષણ નથી સમય છે સમય નથી ક્ષણ છે ક્ષણ નથી સમય નથી આ ક્ષણે આ ગૂંચમાં વ્યસ્ત છું '''૨''' શાશ્વતી પ્રસ્રવે છે ભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ક્ષણો... બે





ક્ષણ સમય એક અભિન્ન છે
ક્ષણ સમયનો અંશ છે
ક્ષણમાં સમય છે
ક્ષણ નથી સમય છે
સમય નથી ક્ષણ છે
ક્ષણ નથી સમય નથી
આ ક્ષણે
આ ગૂંચમાં વ્યસ્ત છું




શાશ્વતી
પ્રસ્રવે છે
ભંગુર ક્ષણો
જેમ
સમુદ્રમાં બુદ્બુદો છે છતાં
બુદ્બુદ સમુદ્ર નથી
એમ
ક્ષણ સમય નથી




ક્ષણ
સમયની ત્વરાનું
માપ છે
ક્ષણવિલીનતા
વ્યાપ




ક્ષણને
આવતી
પસાર થતી
અટકાવી શકાતી નથી
ક્ષણને
આવતી
પસાર થતી
અટકાવી શકાય છે




ક્ષણો
વીતી ગયાની છલના
રચે છે સ્મૃતિને
અનવરતતા
કલ્પે છે
અનાગતને
ને એમ
ક્ષણો
ત્રિખંડિત થાય છે




ક્ષણમાં
હતું
ન હતું થઈ જાય
ન હતું, હતું
જોજનો, અડોઅડ
કોઈ ક્ષણે
કોઈક ક્ષણે
ક્ષણરહિતતા
અનાવૃત થઈ જાય
ભેદો ભૂંસાઈ જાય




ક્ષણને
રંગ રવ રાગ છે
દંત દંશ દંડ છે
ગંધ ગોત્ર ગમન
અવતરણ આરોહ અવધ છે
ક્ષણેક્ષણને
નિત્ય નૌતમ આવિર્ભાવ
અંત છે




ક્ષણને
ઝીણામાં ઝીણી કર્યા પછી યે
સમય
અવશિષ્ટ છે
ક્ષણનો વિસ્તાર
સમયને આંતરી શકતો નથી
સમયની ગતિ-સ્થિતિહીનતા
ક્ષણના ઉદ્ભવ લયથી
અસ્પૃષ્ટ છે




હજુ યે
ગૂંચ
અકબંધ છે
માત્ર
થોડી ક્ષણો
સરળતાથી
પસાર થઈ