અનેકએક/—

From Ekatra Wiki
Revision as of 01:01, 26 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|'''—'''}} <poem> કશું ખોવાતું નથી કશું જડતું નથી ખોવાતું નથી તે હોતું નથી ખોવાય છે તે ખોવાતું નથી ખોવાતું નથી તે જડતું નથી જડતું નથી તે જડતું નથી ખોવાય કશું જડે કશું જડે કશું જડે જડે જડત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કશું ખોવાતું નથી

કશું
જડતું નથી

ખોવાતું નથી તે હોતું નથી
ખોવાય છે
તે ખોવાતું નથી

ખોવાતું નથી તે જડતું નથી
જડતું નથી તે જડતું નથી

ખોવાય કશું જડે કશું
જડે કશું જડે જડે
જડતું નથી

જડતું નથી તે હોતું નથી
હોય છે
તે હોતું નથી

હોતું નથી તે ખોવાતું નથી
હોય છે તે જડતું નથી
ખોવાયું ખોવાતું નથી
જડ્યું જડતું નથી
હોય છે હોતું નથી
હોતું નથી તે હોતું નથી