અનેકએક/ઉડ્ડયન ...એક

Revision as of 01:05, 26 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|'''ઉડ્ડયન ...એક'''}} <poem>ઉડ્ડયન ...એક પતંગિયાએ પાંખો બીડી આકાશ સમેટાઈ ગયું આંખો ખોલી સૂર્યે સાત રંગ દેખાડ્યા પાંખો ઉઘાડી ઝરણાં દડ્યાં નદીઓ ઊછળી સમુદ્રજળ હિલ્લોળે ચડ્યાં આંખો મીંચી પરક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઉડ્ડયન ...એક

ઉડ્ડયન ...એક


પતંગિયાએ
પાંખો બીડી
આકાશ સમેટાઈ ગયું
આંખો ખોલી
સૂર્યે
સાત રંગ દેખાડ્યા
પાંખો ઉઘાડી
ઝરણાં દડ્યાં
નદીઓ ઊછળી
સમુદ્રજળ હિલ્લોળે ચડ્યાં
આંખો મીંચી
પરકમા થંભી ગઈ

પતંગિયું
ઝાડ પર બેઠું
ડાળે
પાંદડાં દીધાં
પથ્થર પર
પથ્થરમાં અગ્નિ સળવળ્યો
સોંસરવા પવન ફૂંકાયા

પતંગિયાએ
પાંખો વેરી
પતંગિયું ઊડ્યું