અનેકએક/ઉડ્ડયન ...બે

Revision as of 01:42, 27 March 2023 by Meghdhanu (talk | contribs) ()
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઉડ્ડયન ...બે


ઓચિંતો... પથ્થર હલબલી ઊઠ્યો
ધ્રૂજારીઓ
તિરાડો થઈ ઊપસી આવી
તિરાડોમાંથી
પતંગિયું બહાર નીકળી આવ્યું
પાંખોને બાઝેલી રજ પર
સૂર્ય
ચમકી ઊઠ્યો
દસે દિશાઓથી વહી આવી
હવાએ
એને ઊંચકી લીધું
ગંધ
રમ્ય વળાંકોમાં રેલાઈ ગઈ
આકાશે ઉડ્ડયનનું આહ્‌વાન દીધું
પતંગિયું ઊડ્યું
અંધારગર્તામાં પથ્થરો ગબડ્યા
અથડાયા
પતંગિયું ઊડ્યું
આકાશે રંગ બદલ્યા, પવને દિશા
ઋતુ પલટી
પતંગિયું ઊડ્યું
પથ્થરો તણખા થયા
ધખતો લાવા
પતંગિયું ઊડ્યું
અરધા આકાશને આવરી લેતું
મેઘધનુષ રચાયું