શાંત કોલાહલ/સ્થાનાંતર
Jump to navigation
Jump to search
સ્થાનાંતર
પ્રિય ! રંગ તો એનો જ એ છે લાલ. જે ભાલને ચંદ્રક હતો અવતીર્ણ તે બે હોઠ પર અવ; રંગ તો એનો જ એ છે લાલ!
બે દલ કમલ જે યોગીની- સૌ ચરમ સિદ્ધિની- શાન્તિથી ઉજ્જવલ, અમલ જ્યાં આવરણથી મુક્ત થૈને મન રમે વિરમે અચંચલ. રંગ તો એનો ય છે પ્રિય ! લાલ આ બે હોઠ પર રંગ તો એનો જ એ છે લાલ.
ત્યાં અખંડિત એક તે અવ બે મહીં નંદિત હવે વાચાળ: અગ્નિ કેરી લખ લખ ઝાળ હસતી સકલનો કરવા કવલ ધસતી કશી પ્રેમાળ !
ભુક્તિ...
ના નહીં તૃપ્તિ
નવા ઉન્મેષમાં નખરાળ.
હે પ્રિય ! તું ય તે લેતી નવો કંઈ તાગ... તારું કમલ નહિ અવ આગ જેવું વ્હાલ : રંગ તો એનો જ એ છે લાલ.