દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩. ઘૂડ કહે

From Ekatra Wiki
Revision as of 15:47, 4 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. ઘૂડ કહે|મનહર છંદ}} <poem> ઘૂડ કહે ઘણો જૂનો ચોખો છે અમારો ચાલ, દુનિયાંને જૂની રીત અમારે દેખાડવી; સૃષ્ટિ સરજ્યા પહેલે તમે ક્યાં સૂરજ હતો, એ તો થયો નવો નવી રીત નહિ પાડવી; હોય જાતે હલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩. ઘૂડ કહે

મનહર છંદ


ઘૂડ કહે ઘણો જૂનો ચોખો છે અમારો ચાલ,
દુનિયાંને જૂની રીત અમારે દેખાડવી;
સૃષ્ટિ સરજ્યા પહેલે તમે ક્યાં સૂરજ હતો,
એ તો થયો નવો નવી રીત નહિ પાડવી;
હોય જાતે હલકા તે આધુનિક રીતે રાખે,
ઉત્તમ જાતિ એ નવી રીતને નસાડવી;
જુવો કેવી જગતમાં ઉત્તમ અમારી જાત,
દિવાકર દેખી નહિ આંખ જ ઉઘાડવી.