દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૯. નઠારી સ્ત્રી વિષે

Revision as of 16:20, 4 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯. નઠારી સ્ત્રી વિષે|}} <poem> કુંભારજા કંથને મનાવા માટે કહે કેણ, હું તો તુંથી હારી હવે માટે માફી માંગું છું; માણસો મળી મને કહે છે કંથને મનાવ્ય, માટે હું માનવ આવી ભ્રાંત તારી ભાગુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૯. નઠારી સ્ત્રી વિષે


કુંભારજા કંથને મનાવા માટે કહે કેણ,
હું તો તુંથી હારી હવે માટે માફી માંગું છું;
માણસો મળી મને કહે છે કંથને મનાવ્ય,
માટે હું માનવ આવી ભ્રાંત તારી ભાગું છું;
તેં તો વાળ્યો આડો આંક ટાંક મારો વાંક નથી,
રાંક બની બધી રીસ રૂદયાની ત્યાગું છું;
રોયા તારી બધી રીસ મૂક્ય કર્ય તારું કાળું મોઢું,
પીટ્યા તને હું પચાસ વારા પગે લાગું છું.