દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૦. રાંડીરાંડનો તનુજ
૨૦. રાંડીરાંડનો તનુજ
મનહર છંદ
રાંડીરાંડનો તનુજ કહે, થઈ રાજી રાજી,
માજી હું ગયો નજીક શેઠજી મેડીના;
હરખની વાત માત શી કહું જો આજતણી,
છોકરા છ સાત સાથે હતા મારી હેડીના;
એવે સમે નગરના શેઠજી હવેલીમાંથી,
આવીને ઉભા નજીક બારીની કઠેડીના;
મને પછી આપો આપ શેઠજી બોલાવ્યો,
કહ્યું જો જઈને કુતરાને હાંક્યરે ગધેડીના.