દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૧. એક શહેરનો રાય
Revision as of 09:23, 8 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. એક શહેરનો રાય|મનહર છંદ}} <poem> એક શહેરનો રાય કહે સુણો કવિરાય, ઘણા તમો જેવા અહિં કવિ ઘેર ઘેર છે; તમારા મુલકમાં તો કવિયોનો ટોટો હશે, અહીં તો આ સમયમાં કવિ ટકે શેર છે; કહે કવિ સુણો ર...")
૨૧. એક શહેરનો રાય
મનહર છંદ
એક શહેરનો રાય કહે સુણો કવિરાય,
ઘણા તમો જેવા અહિં કવિ ઘેર ઘેર છે;
તમારા મુલકમાં તો કવિયોનો ટોટો હશે,
અહીં તો આ સમયમાં કવિ ટકે શેર છે;
કહે કવિ સુણો રાય સર્વ કવિ ટકે શેર,
એવું આ સભામાં હોય એ તો કાળો કેર છે;
ખાજાં ભાજી હતાં એક શહેરમાં ટકે શેર,
આજ જાણ્યું એવું બીજું આપનું શહેર છે.