દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૪. ઊંચા તાડની ગરબી

From Ekatra Wiki
Revision as of 15:16, 11 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૪. ઊંચા તાડની ગરબી|}} <poem> તું તો ઊંચો વિશેષ વધ્યો તાડિયા જો; પણ તાપ કોઈના તેં ન મટાડિયા જો. સૌમાં મોટો ગણાયો તેથી શું થયું જો? તારું મોટાપણું કહેવામાં રહ્યું જો. પર ઉપકાર કાંઈએ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫૪. ઊંચા તાડની ગરબી


તું તો ઊંચો વિશેષ વધ્યો તાડિયા જો;
પણ તાપ કોઈના તેં ન મટાડિયા જો.
સૌમાં મોટો ગણાયો તેથી શું થયું જો?
તારું મોટાપણું કહેવામાં રહ્યું જો.
પર ઉપકાર કાંઈએ નહીં કર્યો જો;
ધરા ઉપર તેં જન્મ શીદને ધર્યો જો?
તેં તો આશરો ના આપિયો કોઈને જો;
જન આશા ન રાખે તેને જોઈને જો.
કોઈ ભુખ્યાને ભોજન ન આપિયાં જો;
ટાઢ, તાપ, કષ્ટ કોઈનાં ન કાપિયાં જો.
તારી છાયાથી સુખ કોઈને છે નહિ જો;
પક્ષી માળો ઘાલીને વસે નહીં જો.
સારા સુગંધી ફુલડે ન ફુલિયો જો;
ભઈ! અક્કડ રહેવામાં નથી ભુલિયો જો.
મીઠાં ફળ તુંથી કોઈને નહીં મળ્યા જો;
ભારે લાંકડાં ઈમારતમાં નહીં ભળ્યાં જો.
તારી કાયા પણ તુંથી ક્યાં ઢંકાય છે જો;
દુનિયામાં એવા કંજુસ દેખાય છે જો.
તારું અંગ તું ન ઢાંકી શક્યો એટલું જો;
કહું તેથી કંજૂસપણું કેટલું જો?
છોટા છોડ ભાજીના તારાથી છે ભલા જો;
તેથી પોષણ પામે છે પ્રાણી કેટલા જો?
તુંમા એટલું પરાક્રમ દીસે અરે જો;
દુનિયાને રસ પાઈ દિવાની કર જો.
શિર છત્ર સમાન તેં શોભા ધરી જો;
જન નિષ્ફળ જાણે છે ખરેખરી જો.
ધન્ય! ધન્ય! માનીએ તેનું મોટાપણું જો;
કામ પર ઉપકારનું કર્યું ઘણું જો.
રૂડી સમસ્યા છે દલપરામની જો;
કહી માણસોને જાણવાની કામની જો.