દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૪. સુલતાન અને પટેલ કણબી

From Ekatra Wiki
Revision as of 05:27, 15 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૪. સુલતાન અને પટેલ કણબી|ચોપાઈ}} <poem> સાંભળ એક હતો સુલતાન, મનમાં મોટું ધરતો માન; પુત્ર પટેલતણો તે પાસ, કારજ કરવા ગયો પ્રકાશ. કરી ટુંકારો ઉચર્યો કામ શિર નમાવી કરી ન સલામ; ભાસ્યો ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮૪. સુલતાન અને પટેલ કણબી

ચોપાઈ


સાંભળ એક હતો સુલતાન, મનમાં મોટું ધરતો માન;
પુત્ર પટેલતણો તે પાસ, કારજ કરવા ગયો પ્રકાશ.

કરી ટુંકારો ઉચર્યો કામ શિર નમાવી કરી ન સલામ;
ભાસ્યો નહિ ભોળાનો ભેદ, ક્રોધ કરીને કીધો કેદ.

ભૂખણ તેનો મોટો ભાઈ, ચાલ્યો સુણિ ચૉંપે ચિત્ત ચાઈ;
ધાર્યું જે ધીરજ મન ધરું, સલામ બેવડી સારી કરું.

દુંદાળો દીઠો સુલતાન, હરખે જૈ બોલ્યો હેવાન;
સલામ દિલ્લીના શાહને, વળી સલામ વડી દુંદને.

ખરેખરો સુણિ ઉપજ્યો ખેદ, કીધો તેને પણ ત્યાં કેદ;
બની વાત સુણિ તેનો બાપ, આવ્યો શાહ સમીપે આપ.

પ્રેમ ધરીને કરી પ્રણામ, ઠીક કરી બોલ્યો તે ઠામ;
લોકતણી તમ હાથે લાજ, માફ કરો અવગુણ મહારાજ.

શાહ કહે તારો સુત એક, સમજ્યો નહિ સલામ વિવેક;
મુખે સલામ બિજે કહિ મને, દુજી સલામ કહી દુંદને.

કારણ એથી કેદજ કર્યો, એવું પટેલ સુણી ઉચ્ચર્યો;
તમને સલામ ન કરી તેજ, મોટો મૂરખ માણસ એજ.

બીજો પણ છે બહુ બકનાર, ચિત્તમાં ચેતિ ન કર્યો વિચાર;
સાહિબને કરિએ જ સલામ, કહોને દુંદતણું શું કામ.

હેતૂ તો સુલતાન જ હતા, દુંદે ધરવો તો દેવતા;
ઝાઝી એ સુણી લાગી ઝાળ, કેદ કર્યો તેને તતકાળ.

સુણિ પટેલતણો જે સગો, ભૂપતિ આગળ આવ્યો ભગો;
કરી સલામ કહ્યું તતકાળ, પટેલને છોડો ભૂપાળ.

છે મારે સાંકડી સગાઈ, અમે બંને આંગળિયા ભાઈ;
રાજી થઈને પૂછે રાય, કેને આંગળિયા કહેવાય.

દેતો તો ઉત્તર દીવાન, હું કહું કહિ બોલ્યો હેવાન;
પાછ્યાનો મરી જાય પિતાય, પાછ્યાની મા નાત્રે જાય.

પ્રસવે પુત્ર સુવાવડ ખાઈ, એ પાછ્યા આંગળિયા ભાઈ;
કાપત સુણિ માથું તે કાળ, હુકમ કર્યો જે પૂરો હાલ.

ચોરે ચકલે ચાલી વાત, જથે થઈ કણબીની જાત;
દીઠા બે જણ ડહાપણદાર, તેને ત્યાં કીધા તૈયાર.

સાહિબ પાસ તમે સાંચરી, કહો ઘણી આજીજી કરી;
જીવાડો તો તો જીવિયે, છેક તમારું છોરું છિયે.

પ્રજાતણા છો માતા પિતા, શબ્દ કહો એવા શોભિતા;
ચઢે દયા રાજાને ચિત્ત, પટેલ છૂટે પુત્ર સહિત.

દોહરા

જુગતી સુણિને બે જણા, અંતરમાં ધરિ આશ;
આવ્યા અરજ ઉચારવા, પાદશાહની પાસ.

બીતા બીતા બે જણા, ઉચર્યા એવું આપ;
તમે અમારાં છોકરાં, અમે તમારા બાપ.

શબ્દ સુણી સુલતાન તે, ખીજી પામ્યો ખેદ;
હાલ હાલ હુકમે કરી, કીધા તેને કેદ.

કોઈએ વાત જઈ કહી, જ્યાં ખણબીની જાત;
પ્રધાન પાસ ગયા પછી નર જે કણબી જાત.

પ્રીતે કહી પ્રધાનને, વળિ વળિ વિગતે વાત;
પ્રધાન બોલ્યો પ્રેમથી, સુણો સહૂ સાક્ષાત.

અધિપતિ આવે અવસરે, માને નહિ મુજ વેણ;
બેગમ બોલે બે કથન, કાંઈક માને કેણ.

પછી બેગમ પાસે ગયા, કણબી કરી વિચાર;
પ્રણામ કરીને પ્રેમથી, એવો કર્યો ઉચાર.

સંકટ પડિયું સામટું, તે માટે તુજ પાસ;
આજ સરવ આવ્યા અમો, ઉગરવાની આશ.

ધણી અરજ નથી ધારતા, વાત ન સુણે વજીર;
તોય અમારી પ્યારિ તું, ધણિયાણી છું ધીર.

બોલી બેગમ બોલતાં, ભારે રીસ ભરાય;
કણબીની ધણિયાણી તો, કણબણને કહેવાય.

એમ કહી એ અવસરે, હુકમ કરીને હાલ;
કેદ કરાવ્યા કણબીને, ક્રોધ કરી તતકાળ.

વાગત વિગતવારે કહી, પૃથ્વીપતિની પાસ;
પતિયે કહ્યું પ્રધાનને, કરશો નહીં કચાશ.

મૂરખ એવા માનવી, જે જે કણબી જાત;
મારી કાઢો મુલકથી, રહે ન એકે રાત.

ચોપાઈ

પ્રધાનમાં ડાપણ ભરપૂર, હેતે બોલ્યો શાહ હજૂર;
કણબિ આકરિ ચાકરિ કરે, પણ કણ પકવી કોઠારો ભરે.

મને હુકમ આપો મહારાજ, કેને લૈ સોંપું એ કાજ;
પૃથ્વીપતિ વિચારે પડ્યો, જન એકે એવો નહિ જડ્યો.

કરી શકે કણબીનાં કામ, હૈયામાં રાખીને હામ;
પછિ બોલ્યો પોતે ફરધાન, કથન કથું તે ધારો કાન.

રૂડું કણબીથી છે રાજ, એમાં તો સંશે નહિ આજ;
અધિક વસે છે વરણ અઢાર, કણબી સૌના પોષણકાર.

નહિ તિથિ વણ મહિનાનું નામ, ગણાય નહિ કણબી વણગામ;
તે કણબીના ગુણ અતોલ, પણ બોલી નહિ જાણે બોલ.

રૂઠે કણબી શિર જે રાય, પછી ઘણા મનમાં પસ્તાય;
તમે તજો તે માટે રીસ, આપો કણબીને આશીશ.

શીતળ થયો સુણી સુલતાન, મેલ્યા કણબીને દૈ માન;
જમ્યા રમ્યા કણબી ઘર જઈ, મશકરિ તો મહીપતિની થઈ.


સાંભળ એક હતો સુલતાન, મનમાં મોટું ધરતો માન; પુત્ર પટેલતણો તે પાસ, કારજ કરવા ગયો પ્રકાશ.

કરી ટુંકારો ઉચર્યો કામ શિર નમાવી કરી ન સલામ; ભાસ્યો નહિ ભોળાનો ભેદ, ક્રોધ કરીને કીધો કેદ.

ભૂખણ તેનો મોટો ભાઈ, ચાલ્યો સુણિ ચૉંપે ચિત્ત ચાઈ; ધાર્યું જે ધીરજ મન ધરું, સલામ બેવડી સારી કરું.

દુંદાળો દીઠો સુલતાન, હરખે જૈ બોલ્યો હેવાન; સલામ દિલ્લીના શાહને, વળી સલામ વડી દુંદને.

ખરેખરો સુણિ ઉપજ્યો ખેદ, કીધો તેને પણ ત્યાં કેદ; બની વાત સુણિ તેનો બાપ, આવ્યો શાહ સમીપે આપ.

પ્રેમ ધરીને કરી પ્રણામ, ઠીક કરી બોલ્યો તે ઠામ; લોકતણી તમ હાથે લાજ, માફ કરો અવગુણ મહારાજ.

શાહ કહે તારો સુત એક, સમજ્યો નહિ સલામ વિવેક; મુખે સલામ બિજે કહિ મને, દુજી સલામ કહી દુંદને.

કારણ એથી કેદજ કર્યો, એવું પટેલ સુણી ઉચ્ચર્યો; તમને સલામ ન કરી તેજ, મોટો મૂરખ માણસ એજ.

બીજો પણ છે બહુ બકનાર, ચિત્તમાં ચેતિ ન કર્યો વિચાર; સાહિબને કરિએ જ સલામ, કહોને દુંદતણું શું કામ.

હેતૂ તો સુલતાન જ હતા, દુંદે ધરવો તો દેવતા; ઝાઝી એ સુણી લાગી ઝાળ, કેદ કર્યો તેને તતકાળ.

સુણિ પટેલતણો જે સગો, ભૂપતિ આગળ આવ્યો ભગો; કરી સલામ કહ્યું તતકાળ, પટેલને છોડો ભૂપાળ.

છે મારે સાંકડી સગાઈ, અમે બંને આંગળિયા ભાઈ; રાજી થઈને પૂછે રાય, કેને આંગળિયા કહેવાય.

દેતો તો ઉત્તર દીવાન, હું કહું કહિ બોલ્યો હેવાન; પાછ્યાનો મરી જાય પિતાય, પાછ્યાની મા નાત્રે જાય.

પ્રસવે પુત્ર સુવાવડ ખાઈ, એ પાછ્યા આંગળિયા ભાઈ; કાપત સુણિ માથું તે કાળ, હુકમ કર્યો જે પૂરો હાલ.

ચોરે ચકલે ચાલી વાત, જથે થઈ કણબીની જાત; દીઠા બે જણ ડહાપણદાર, તેને ત્યાં કીધા તૈયાર.

સાહિબ પાસ તમે સાંચરી, કહો ઘણી આજીજી કરી; જીવાડો તો તો જીવિયે, છેક તમારું છોરું છિયે.

પ્રજાતણા છો માતા પિતા, શબ્દ કહો એવા શોભિતા; ચઢે દયા રાજાને ચિત્ત, પટેલ છૂટે પુત્ર સહિત.

દોહરા જુગતી સુણિને બે જણા, અંતરમાં ધરિ આશ; આવ્યા અરજ ઉચારવા, પાદશાહની પાસ.

બીતા બીતા બે જણા, ઉચર્યા એવું આપ; તમે અમારાં છોકરાં, અમે તમારા બાપ.

શબ્દ સુણી સુલતાન તે, ખીજી પામ્યો ખેદ; હાલ હાલ હુકમે કરી, કીધા તેને કેદ.

કોઈએ વાત જઈ કહી, જ્યાં ખણબીની જાત; પ્રધાન પાસ ગયા પછી નર જે કણબી જાત.

પ્રીતે કહી પ્રધાનને, વળિ વળિ વિગતે વાત; પ્રધાન બોલ્યો પ્રેમથી, સુણો સહૂ સાક્ષાત.

અધિપતિ આવે અવસરે, માને નહિ મુજ વેણ; બેગમ બોલે બે કથન, કાંઈક માને કેણ.

પછી બેગમ પાસે ગયા, કણબી કરી વિચાર; પ્રણામ કરીને પ્રેમથી, એવો કર્યો ઉચાર.

સંકટ પડિયું સામટું, તે માટે તુજ પાસ; આજ સરવ આવ્યા અમો, ઉગરવાની આશ.

ધણી અરજ નથી ધારતા, વાત ન સુણે વજીર; તોય અમારી પ્યારિ તું, ધણિયાણી છું ધીર.

બોલી બેગમ બોલતાં, ભારે રીસ ભરાય; કણબીની ધણિયાણી તો, કણબણને કહેવાય.

એમ કહી એ અવસરે, હુકમ કરીને હાલ; કેદ કરાવ્યા કણબીને, ક્રોધ કરી તતકાળ.

વાગત વિગતવારે કહી, પૃથ્વીપતિની પાસ; પતિયે કહ્યું પ્રધાનને, કરશો નહીં કચાશ.

મૂરખ એવા માનવી, જે જે કણબી જાત; મારી કાઢો મુલકથી, રહે ન એકે રાત.

ચોપાઈ પ્રધાનમાં ડાપણ ભરપૂર, હેતે બોલ્યો શાહ હજૂર; કણબિ આકરિ ચાકરિ કરે, પણ કણ પકવી કોઠારો ભરે.

મને હુકમ આપો મહારાજ, કેને લૈ સોંપું એ કાજ; પૃથ્વીપતિ વિચારે પડ્યો, જન એકે એવો નહિ જડ્યો.

કરી શકે કણબીનાં કામ, હૈયામાં રાખીને હામ; પછિ બોલ્યો પોતે ફરધાન, કથન કથું તે ધારો કાન.

રૂડું કણબીથી છે રાજ, એમાં તો સંશે નહિ આજ; અધિક વસે છે વરણ અઢાર, કણબી સૌના પોષણકાર.

નહિ તિથિ વણ મહિનાનું નામ, ગણાય નહિ કણબી વણગામ; તે કણબીના ગુણ અતોલ, પણ બોલી નહિ જાણે બોલ.

રૂઠે કણબી શિર જે રાય, પછી ઘણા મનમાં પસ્તાય; તમે તજો તે માટે રીસ, આપો કણબીને આશીશ.

શીતળ થયો સુણી સુલતાન, મેલ્યા કણબીને દૈ માન; જમ્યા રમ્યા કણબી ઘર જઈ, મશકરિ તો મહીપતિની થઈ. </poem>