દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૫. સર્વવ્યાપક ઈશ્વર વિષે
Revision as of 05:29, 15 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૫. સર્વવ્યાપક ઈશ્વર વિષે|દોહરા}} <poem> આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ; ઘાસચાસની વાસ પણ, વિશ્વપતિનો વાસ. ભોંયમાં પેસી ભોંયરે, કરીએ કાંઈ વાત; ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જગનો તાત. ખાલી જ...")
૮૫. સર્વવ્યાપક ઈશ્વર વિષે
દોહરા
આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ;
ઘાસચાસની વાસ પણ, વિશ્વપતિનો વાસ.
ભોંયમાં પેસી ભોંયરે, કરીએ કાંઈ વાત;
ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જગનો તાત.
ખાલી જગા ખોળીએ, કણી મૂકવા કામ,
ક્યાંએ જગકર્તા વિના, ઠાલું ન મળે ઠામ.