શાંત કોલાહલ/ઓરડે અજવાળાં

From Ekatra Foundation
Revision as of 00:29, 16 April 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઓરડે અજવાળાં

પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે
સૌ વૃક્ષ ને પર્ણ મહીં રમંત
હવા લઈ સંગ મહીં હસંત
આવે અમારા ઘરમાં હે, ઓરડે.

કુટિર નાની અવકાશ-મોકળી
બની રહે, ઉડ્ડયને વિહંગ
કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ-વૃંદ
(છાયાથી બ્હોળું) સહુ શું રહે ભળી :
સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી !

અહીં વલોણે ઊછળંત ગોરસ :
અમી થકી અંતર તૃપ્ત સર્વનાં;
અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં
ગવાય છે ગીત અહીં નિરંતર.