દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૭. એક શરણાઈ વાળો

From Ekatra Wiki
Revision as of 10:27, 21 April 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૭. એક શરણાઈ વાળો

મનહર છંદ


એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખાણાયો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાખી, એક
શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તે શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.