રસિક શાહ

From Ekatra Wiki
Revision as of 02:38, 30 May 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{Poem2Open}} શાહ રસિકલાલ ચુનીલાલ : ‘રાષ્ટ્રભાષા કોશ-ગુજરાતી શબ્દાર્થ ‘સાથે' (૧૯૫૦)ના સંપાદક. શાહ રસિકલાલ પ્રેમચંદભાઈ (૧૫-૬-૧૯૩૨) : ભાષાવિદ. જન્મ મહેસાણા જિલ્લાના બિલોદરામાં. ૧૯૫૪માં બી.એસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

શાહ રસિકલાલ ચુનીલાલ : ‘રાષ્ટ્રભાષા કોશ-ગુજરાતી શબ્દાર્થ ‘સાથે' (૧૯૫૦)ના સંપાદક.

શાહ રસિકલાલ પ્રેમચંદભાઈ (૧૫-૬-૧૯૩૨) : ભાષાવિદ. જન્મ મહેસાણા જિલ્લાના બિલોદરામાં. ૧૯૫૪માં બી.એસસી. ૧૯૫૬ -માં ડિપ્લોમા ઇન ડેફ ઍજયુકેશન. અત્યારે ટ્રેનિંગ કૉલેજ ફોર ધ રિસર્ચ વ ધ ડેફના પ્રિન્સિપાલ. ‘બધિરોનું વાણીશિક્ષણ' (૧૯૮૧) એમને ભાષાશાસ્ત્રવિષયક ગ્રંથ છે.

શાહ રસિકલાલ હરજીવનદાસ : પ્રેરક નિબંધિકાઓનો સંગ્રહ ‘એક કદમ આગે' (૧૯૪૪) તથા જાસૂસકથા ‘લાલબહાદૂર’ના કર્તા.