ઊર્મિ દેસાઈ

From Ekatra Wiki
Revision as of 02:41, 30 May 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{Poem2Open}} દેસાઈ ઊર્મિ ઘનશ્યામ (૫-૪-૧૯૩૮) : ભાષાવિદ. જન્મ મુંબઈમાં. વતન ચોરવાડ. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી. ૧૯૬૯માં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

દેસાઈ ઊર્મિ ઘનશ્યામ (૫-૪-૧૯૩૮) : ભાષાવિદ. જન્મ મુંબઈમાં. વતન ચોરવાડ. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી. ૧૯૬૯માં ડિપ્લોમા ઇન લિંગ્વિસ્ટિકરા. ૧૯૬૫થી ૧૯૭૨ સુધી મુંબઈ યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર. વિભાગમાં રિસર્ચ આસિસ્ટન્ટ. ૧૯૭૩થી ૧૯૮૧ સુધી મહાત્મા ગાંધી ઍમોરિયલ રિસર્ચ સેન્ટર ઍન્ડ લાઈબ્રેરીમાં રિસર્ચ ઓફિસર ઈન ડિસિપ્ટિવ લિંગ્વિસ્ટિક્સ. ૧૯૮૪-૮૭ દરમિયાન અનુ સ્નાતક ગુજરાતી વિભાગ, એસ.એન.ડી.ટી. વિમેના યુનિવર્સિટીમાં રીડર. એમણે ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો’ (૧૯૭૨)માં વર્ણનાત્મક અધ્યયનનો અભિગમ અપનાવી, ભાષાવિશ્લેષણની વિકસિત પદ્ધતિનો આશ્રય લઈ ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયોને એકઠા કરીને એનું સભ્ય નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને વ્યાકરણ (૧૯૮૫) તેમ જ પરિચયપુસ્તિકા ‘ભાષાશાસ્ત્ર શું છે?(૧૯૭૬) પણ એમના નામે છે.