અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/ઝૂમાં સુંદરી
Revision as of 14:37, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ધીખેલ ગ્રીષ્મ આભ ઝૂ મહીં ધમંત લોહપિંજરે પીળા પહાડ-શો ઘૂમંત સિંહ...")
ધીખેલ ગ્રીષ્મ આભ
ઝૂ
મહીં
ધમંત લોહપિંજરે પીળા પહાડ-શો ઘૂમંત સિંહ
નેત્રમાં ઝલંત આગ
યાળ ઝાળ ઝાળ
સુંદરી
સકંપ બાષ્પ રુદ્ર નિષ્પલક નિહાળતી :
સુબદ્ધ રક્તમાંસથી ભરેલ દેહ (નિજનો) મહીં
પ્રમત્ત ફોરમે ખીલેલ કાનનો કરાલ ત્રાડથી ચીરી
ધસે
ધસી કૂદે
સિંહણ છલંગમાં ધમંત લોહપિંજરે
પડે
ભફાંગ
ઝૂ
મહીં
ધીખેલ ગ્રીષ્મ આભ
હાંફતી
મદિલ સુંદરી સરે.
ધીરે ધીરે બહાર…