પ્રથમ સ્નાન/ક્યાંક

From Ekatra Wiki
Revision as of 01:52, 28 August 2023 by Meghdhanu (talk | contribs) (+)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ક્યાંક


બાવાજી રે ક્યાંક ચહુકતી ચરકલડી વિયાણી
તેડાવો તેડાવો રે સુયાણી.
બજડાવો વજડાવો કાંસાથાળી
ક્યાંક ચહુકતી ચરકલડી વિયાણી, બાવા?
ક્યાંક ટહુકતી ચરકલડી બિયાણી, બાવા?
વર કરતાં વરનો દાદો રૂપાળો.
અમને વર કરતાં ઘરનો દાદો લાજ્યો’તો રે બૌ હારો હારો.
કલબલતી કલબલતી ચકલી ક્યાંક વિયાણી, બાવા?
પેલી કલબલડી વિયાણી, બાવા?
કલબલતી બે ટવકલને વિયાણી, બાવા?
તેડાવો તેડાવો રે સુયાણી.
અમને ઘરનો દાદો લાજ્યો’તો બૌ હારો હારો,
દી આખો મ્હૌડા ભેળો ને રાત પડે ત્યાં કરે પથારો.
હાય! પથારે કરે ઠઠારો.
હાય! ઠઠારો બોલે જેજેકારો.
વરનો કરે ધજારો હાય, ઠઠારો હાય.
હાય! તુમીકો અવધપુરી ઈક આતી, બાવા.
હાય! તુમીકો હમરી બોલણમેં સમજત કછુ નાહી, બાવા.
હાય! મગર ચકલી કી આવી વે’ણ ખતમ નહીં જાતી. બાવા.
ભેજાવો ભેજાવો ચાકર, તેડાવો સુયાણી.
ચકો લાવશે ચોખાદાણો,
મૂકો રે મૂકો આંધણનાં પાણી.
બાવા, તુમ તો ચ્યમ સમજત કછુ નાહીં?
અબ્બી તુમરી ભગત નહીં હમ, તુમ હમરો ગુરુ નાહીં.
ઘરનો દાદો લાજ્યો’તો બૌ હારો હારો.
લાજ્યા તોયે એ ના લાજ્યો… ગાજ્યો, ગાજ્યો.
લાજી રે લાજી બાવાજી કેરી દાઢી—
બાવા બોલે-‘સુયાણી વિયાણી ન્યાં કોને તેડા’શું ઘરની રાણી?’
બાવાજી બનજો સુયાણી.
ક્યાંક વિયાણી ક્યાંક ચરકડી ક્યાંક
વિયાણી ગાંધી-ને’રુના ફોટાની ફાંક વચાળે?
ક્યાંક મજૂસે ઢૂંઢું, ઢૂંઢું લીમડે-પીપળ ઠૂઠું.
ઢૂંઢું ઘરને મોભે ચીતરેલા ચીત્તરમાં ઢૂંઢું
દાદા દાદા ધાણા ભેળી ગોળ ગાંગડી વ્હેંચો.
બજડાવો બજડાવો કાંસાથાળી
આંય અમીં તો સરવે કાને સુણીયે છીં અંકાશ
ન્યાંકણ ચકવાનો ફફડાટ જડે તો ઢંૂંઢી મેલું
મેલું મેલું ક્યાંક, ચહુકતી ક્યાંક વિયાણી ક્યાંક,
ઢૂંઢીએ અમાં ઢૂંઢીએ ક્યાંક.

જાન્યુ. ૧૯૬૦