કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૧૬. શોધ

From Ekatra Wiki
Revision as of 01:24, 14 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૬. શોધ

આ મારું ઘર.
એમાં ઘણી હતી
અવરજવર,
દોડધામ.
ધીરે ધીરે ધીરે
બધાં અદૃશ્ય.
ઘર વચ્ચોવચ
હું સાવ એકલી.
આ ઘર
મેં બારીકાઈથી
ક્યારેય જોયું નહોતું.
હવે
મને દેખાઈ એની
ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ.
દીવાલનો રંગ
આટલો મેલો હતો પહેલાં?
અને
દેખાતી ઝીણી ઝીણી તિરાડો
ત્યાં હતી ખરી?
આ ઓરડાને
બારીબારણાં હતાં?
હું અંદર આવેલી
એ બારણું જ ક્યાં છે?


(વિદેશિની, પૃ. ૨૨૯)