કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૧. હરિવર સાથે હેત

From Ekatra Wiki
Revision as of 02:04, 14 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૧. હરિવર સાથે હેત

હરિવર સાથે હેત
ખુલ્લેખુલ્લું કહી દઉં છું કે ખપે નહીં સંકેત.
છાનુંછપનું શાને કરવું? ક્યાં કરીએ છીએ ચોરી?
રાધાશ્યામના પ્રેમની ઉપર કોની છે શિરજોરી?
હું શ્યામની કુંજગલી છું : મીરાંબાઈનો ભેખ.
હરિવર સાથે હેત.
સાંવરિયાના સૂરની સાથે
હોય અમારો નાતો,
શ્યામની સાથે હોય સદાયે
શરદપૂનમની રાતો.
સૃષ્ટિ આખી તન્વી શ્યામા : ‘કૃષ્ણપુરુષ છે એક’.
હરિવર સાથે હેત.


(દ્વિદેશિની, પૃ. ૭૧)