કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૭. વાયુ
Jump to navigation
Jump to search
૪૭. વાયુ
રાત અંધારી,
તારા આકાશે,
નિર્જન રસ્તે,
વૃક્ષની નીચે,
બાઈ બેઠેલી,
બાળ ખોળામાં;
પાન ખર્યાં,
વૃક્ષ કંપ્યું,
વાયુ સૂસવ્યો,
ધૂળ ઊડી રહી,
બાઈ હલી ગઈ,
બાળ ન હલ્યું;
અંધારી રાત,
આકાશે તારા,
રસ્તો નિર્જન,
વૃક્ષ ને વાયુ,
બાઈ ને બાળ,
સૂનમૂન.
૨૬ જુલાઈ ૨૦૦૦
(એકાન્તિકી, પૃ. ૭)