કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૫. અંધારામાં ભૂલા પડેલા એક સર્પને...

From Ekatra Wiki
Revision as of 15:01, 16 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫. અંધારામાં ભૂલા પડેલા એક સર્પને...

અંધારામાં ભૂલા પડેલા એક સર્પને
મેં આંગળી ચીંધીને
ચન્દ્રરેખા બતાવી.
હું જ્યારે પાછો ફર્યો ત્યારે એ
ચન્દ્રરેખા ૫૨ ગૂંચળું વળીને બેસી ગયો હતો.

નવેમ્બર, ૧૯૬૦
(અથવા અને, પૃ. ૨૧)