બારી બહાર/૮. શું રે કરું હું ?

From Ekatra Wiki
Revision as of 01:39, 18 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮. શું રે કરું હું ?

શું રે કરું હું શીશ નમાવી?–ગર્વથી ઊંચું ઉર રે :
શું કરું સાગર લાવી, દ્રવે જો નેન નહીં નિષ્ઠુર રે?

શું રે કરું બીન બજાવી?–અંતરતાર બસૂર રે;
અંગમરોડ હું કેમ કરું, જો નાચી ઊઠે નવ ઉર રે? શું રે કરું.

વૌભવ આપી શું રે કરું હું, હૈયું જો હોયે રંકરે ?
રૂપ ફૂલોનાં કેમ સમર્પું ?–અંતરે મલિન રંગ રે. શું રે કરું.

શું રે કરું હું દીપ પ્રજાળી, હૈયે નહીં જો નૂર રે ?
વાણીપ્રવાહ હું કેમ વહાવું, જો નહીં પ્રેમનાંપૂર રે ? શું રે કરું.