બારી બહાર/૯. અબોલડા

From Ekatra Wiki
Revision as of 01:40, 18 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯. અબોલડા

ઉરે હતી વાત હજાર કે’વા,
કિન્તુ નહીં ઓષ્ટ જરીય ઊઘડયા;
જલ્યા કર્યા અંતર સ્નેહદીવા,
ઉજાસ શાં હાસ્ય મુખે ન આવિયાં.

નિસર્ગલીલા તુજ સાથ જોવા
હૈયે હતા કોડ, – ન પાય ઊપડયા;
સૂરે મિલાવી તુજ સૂર, ગાવા
ઉરે ઊઠયાં ગીત; બધાં શમાવ્યાં.

મળી મળી નેન વળી જતાં ફરી
અકથ્ય શદે વદી વાત ઉરની;
હૈયું મૂંગું ચાતક શું અધીર;
એ રાહ જોતું તુજ શબ્દબિન્દુની:

એવો અબોલા દિન છે સ્મૃતિમાં,
–જે દી ચડયાં અંતર પૂર નેહનાં?