બારી બહાર/૫૦. સૂર્યોદય

From Ekatra Wiki
Revision as of 05:23, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''૫૦. સૂર્યોદય'''</big></big></center> {{Block center|<poem> અપાર જલ સિંધુનાં નિકટમાં હતાં વિસ્તર્યાં, અને તિમિર રાતનાં ગગનથી હતાં ઓસર્યાં; પ્રતીક શુચિતા તણાં,– અહીં તહીં ઝગે તારલા; સૂતેલ ટૈંટિયુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫૦. સૂર્યોદય

અપાર જલ સિંધુનાં નિકટમાં હતાં વિસ્તર્યાં,
અને તિમિર રાતનાં ગગનથી હતાં ઓસર્યાં;
પ્રતીક શુચિતા તણાં,– અહીં તહીં ઝગે તારલા;
સૂતેલ ટૈંટિયું વળી, ક્ષિતિજ ઉપરે વાદળાં.

થયું મિલન સિંધુનું, સ્મરણભાત તેની પડી
રહી સકલ રેતીએ : નવ જરી ય ભૂંસાય તે,
–વિચારી મન તે, વહે પવન મંદ વેગે અતિ;
ઊભાં ઉભય તેજ ને તિમિર આ સમે એક થૈ.

તહીં ક્ષિતિજ ઉપરે અજબ ચેતના જાગતી,
અને વિવિધ રંગને પળપળે નભે છાંટતી;
સુવર્ણ તણી લીટીઓ સકલ વ્યોમમાં આંકતી,
જણાય નભ-સાગરે ભરતી તેજની આવતી.

ઊગે, પ્રભવસ્થાન એ સકલ ચેતનાનો, રવિ :
અપાર જલની સહુ હસી રહે તરંગાવલિ !