બારી બહાર/૮૮. મેલો એક કોડિયું

From Ekatra Wiki
Revision as of 11:19, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮૮. મેલો એક કોડિયું

મેલો એક કોડિયું, રે ભાઈ, મેલો એક કોડિયું :
એક એક કોડિયે, ભાઈ, કોટિકોટિ દીવડાઓ થાય.
એક એક કોડિયાના તેજ તણા ધાગા માંહી
કોટિ કોટિ દિલડાંઓ સંધાય;
ઘરનાં તે આંગણાં ને દૂર તણા પંથ આપણ,
એના તે તેજથી છવાય. મેલો.
એક એક કોડિયાના અજવાળે અજવાળે
કોટિકોટિ ચરણો ચાલ્યા જાય;
એક એક કોડિયાની આલબેલ સાંભળીને
લાંબો તે પંથ ટૈંકો થાય : મેલો.
એક એક કોડિયું એ, સફરીને કાજે સૌએ,
આશાનું ગીત મીઠું ગાય;
એક એક કોડિયાથી દરિયો અંધાર કેરો
તરી જઈ સામે પાર જવાય મેલો.