બારી બહાર/૯૪. વળાંક

From Ekatra Wiki
Revision as of 11:25, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯૪. વળાંક

એક સુંદર કાય કેરો આ જરાક વળાંક છે :
કાય એ સીધી ય તે સુંદર હતી;
કિન્તુ સહેજ વળાંક લેતાં અધિક સુંદર થઈ જતી.
સહેજ વાંકી ડોક છે;
કમર કેરો એક બાજુ લઘુક એવો ઝોક છે.
જોઈ ને એ આંખ મારી ખુશખુશાલ !
કોઈ ખિસકોલી કરે છે જેમ દોડાદોડ કોઈ ડાળ પર,
આંખ મારી તેમ દોડી રે’, રહી આ વાંક પર.
કરકરો એની ખુશી કેરો અવાજ !
આંખ પર એ કાન માંડો જો તમે,
જરૂર, કહું છું, સૂર, મારાં નેનના એ સાંભળે